ગુલકંદ લસ્સી બનાવવા સૌપ્રથમ દૂધ ગરમ કરી થોડું ઉકાળી લ્યો ને દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ ને નવશેકું થવા દયો દૂધ નવશેકું થાય એટલે એક ચમચી દહીં નાખી મિક્સ કરી ઢાંકી ને આખી રાત અથવા છ સાત કલાક ગરમ જગ્યાએ મૂકો સાત કલાક પછી દહી બરોબર જામી જાય એટલે દહી વાળુ વાસણ ફ્રીઝ માં મૂકી દયો ને દહી ને ઠંડુ કરી લ્યો.
હવે મિક્સર જાર માં ઠંડુ દહીં 3 કપ નાખો સાથે ગુલાબ સીરપ 2-3 ચમચી, ગુલકંદ 2 -3 ચમચી, ખાંડ1 ચમચી, એલચી પાઉડર ½ ચમચી,મીઠું 1-2 ચપટી, રોઝ એસેન્સ1-2 ટીપાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બરફ ના કટકા જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો ને સ્મૂથ લસ્સી બનાવી લ્યો
તૈયાર લસ્સી ને સર્વિગ ગ્લાસ માં નાખો ઉપરથી મલાઈ, ગુલાબ નો સીરપ, સૂકા ગુલાબ ની પાંખડી અને પિસ્તા ની કતરણથી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરો ગુલકંદ લસ્સી.