કેરનું અથાણું બનાવવા સૌપ્રથમ કેર ને સાફ કરી લ્યો ને એમાં રહેલ કચરો અને ખરાબ દાણા અલગ કરી નાખો ત્યાર બાદ ત્રણ ચાર પાણી થી ધોઇ લ્યો ને ચારણી માં મૂકી વધારા નું પાણી નિતારી લ્યો
હવે એક માટીનું વાસણ લ્યો એમાં સાફ કરેલ કેર અને ખાટું દહીં/ છાસ અને કેર ડૂબે એટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોને ઢાંકી ને તડકા માં પાંચ થી સાત દિવસ મૂકી દયો
રોજ સવાર સાંજ એક વખત સાફ અને કોરા ચમચા થી કેર ને હલાવી ને મિક્સ કરી નાખવું આમ છ દિવસ તડકા માં મૂક્યા બાદ કેર ને છાસ માંથી કાઢી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યારબાદ એની ડાળીઓ બે અલગ કરી ઘર માં પંખા નીચે કપડા પ્ર ફેલાવી ને સૂકવવા દયો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી તેલ ને નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો અને મિક્સર જારમાં મેથી દાણા, રાઈ, વરિયાળી નાખી અધ કચરી પીસી લ્યો ને એક બાજુ મૂકો
હવે તેલ નવશેકું રહે એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કોરા કરેલ કેર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં પીસેલા મસાલા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, કલોંજી અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવેઅથાણાં ને બિલકુલ ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય એટલે સાફ અને કોરી બરણી માં ભરી લ્યો ને પાંચ સાત દિવસ પછી મજા લ્યો કેર નું અથાણું.