પાપડી નો લોટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલેએમાં જીરું, અજમો હથેળી માં મસળી ને નાખી સાથે ચીલી ફ્લેક્સ અથવા લીલા મરચા ની પેસ્ટ,સફેદ તલ, પાપડ ખાર / બેકિંગસોડા અને મીઠું નાખી પાંચ થી સાત મિનિટ પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાંલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એક ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો
હવે એક વાસણમાં ચોખા નો લોટ ચાળી ને લ્યો અને એમાં મસાલા વાળુ પાણી નાખી પહેલા ચમચી થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ થી મિક્સ કરી લ્યો,
ત્યારબાદતેલ થી ગ્રીસ કરેલ ચારણી માં લોટ માંથી નાના નાના ગોળ બનાવી વચ્ચે કાણું કરી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ આમ બધા લોટ ના લુવા બનાવી લ્યો
હવે ગેસ પર જે કડાઈ માં પાણી ગરમ કરવા મુકી રાખેલ હતું એમાં ચારણી મૂકી ઢાંકી ને પંદર થીવીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો
હવેતૈયાર પાપડી ના લોટ ને સર્વિંગ પ્લેટ માં મૂકો ઉપર તલ નું તેલ અથવા તમે જે તેલ ખાતાહો એ નાખવું અથવા જો સીંગ તેલ હોય તો એ નાખવું, સફેદ તલ, આચારી મસાલોછાંટો અને મજા લ્યો પાપડી નો લોટ.