જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને એક કથરોટ માં નાખો સાથે લીલા મરચા સુધારી લ્યો અને લીલા ધાણા સાફ કરો ધોઇ સાફ કરી ઝીણા ઝીણા સુધારીને નાખો ને આદુ ને છીણી ને લ્યો
હવે એમાં હળદર, મરી પાઉડર,મસળી ને અજમો નાખો સાથે સરગવા નો પાઉડર અથવા સરગવા ના પાંદ ને સાફ કરીઝીણા સુધારી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મસળી મસળી ને મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં ચાળી ને જુવાર નો લોટ નાખો
હવે લોટ ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુપાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ના બે ત્રણ સરખા ભાગ કરી લ્યો
ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તેલ લગાવી લ્યો અને એક ભાગ લ્યો ને પાણી વારા હાથથી લુવા ને ફેલાવી ને પરોઠા નો આકાર આપી દયો (જો તમેને આમ ફેલાવી ને ના ફાવે તો ભીના કપડાં પર ફેલાવીને પણ તવી પર નાખી શકો છો) અને પરોઠા ને ઢાંકી ને એક મિનિટ ચડાવીલ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો
હવે ઘી / તેલ લગાવી નેબને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને તવી પર ફેલાવી ને પરોઠા બનાવી ને ઢાંકીને ચડાવી લીધા બાદ ઘી કે તેલ થી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો તો તૈયાર છે જુવારના ગ્રીન મસાલા પરોઠા.