મેથી કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ સાફ કરેલ મેથી દાણાને સાફ કરી બે ત્રણ કલાક તડકા માં મૂકી ગરમ કરી લ્યો અથવા ગેસ પર કડાઈ માં એક બે મિનિટચમચા થી હલાવી ને શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
હવે કાચી કરી ને ધોઇ સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી નેકેરી ના નાના નાના કટકા કરી લ્યો અને સાફ અને કોરા વાસણ માં કેરી ના કટકા ને નાખો સાથે ઠંડી થયેલ મેથી દાણા નાખો ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બે દિવસ એક બાજુ મૂકો ને બે દિવસદરમ્યાન બે ત્રણ કલાકે હલાવતા રહેવું હવે ગેસ પર એક કડાઈમાં સરસો નું તેલ /તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીને નવશેકું રહે એટલે એમાં હિંગ અને વરિયાળી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
હવે મેથી કેરી ના મિશ્રણ માં નવશેકું તેલ નાખી મિક્સ કરી લ્યો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને જરૂર હોય તો મીઠું અને વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કેરી મેથી નું અથાણું.