ઘઉંના મીઠા પુડલા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એકવાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો
તેમાં અડધો કપ સુધારેલો ગોળ નાખી ગોળ ઓગળે ત્યાંસુધી ચડાવો ,ત્યારબાદ ગેસ બંધ કરી દો અનેમિશ્રણને નવશેકું ઠંડું થવા દો
હવે એક બીજા એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાંએલચીનો ભૂકો અને વરિયાળી નો ભૂકો નાંખી બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં ગોળ વાળુ નવશેકુ પાણી ગાડી નેબરોબર મિક્સ કરતા જાવ મિક્સ કરતા વખતે ધ્યાન રાખવું કે લોટના ગાંઠા ન બને
હવે તૈયાર મિશ્રણને ઢાંકણ ઢાંકી અડધો કલાકથીકલાક એક બાજુ મૂકી દો, અડધા મિશ્રણ ને એક વાર બરોબરમિક્સ કરી લ્યો
ગેસ પર નોન સ્ટીક તવી ગરમ મૂકો તવી ગરમ થાયએટલે એમાં કડછી વડે અથવા વાટકી વળે મિશ્રણ રેડી નાખો મિશ્રણ પોતાની રીતે ફેલાય એટલુંજ ફેલવું વધુ પાતળું ના કરવું
1-2 મિનિટ ફૂલ તાપે પ્રથમ પુડલામાં જારી પડે એટલે કે કાણા પડે ત્યાંસુધી ફૂલ તાપે ચડાવો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરી ધીમા તાપે ચડાવો
ઉપરની બાજુ બરોબર ચડી જાય એટલે તેના પર એકાદચમચી ઘી/તેલ રેડી બીજી બાજુ પણ શેકી લો
આમ એક પછી એક બધા જ પુડલા શેકી તૈયાર લેવા ,મીઠા પુડલા ને તમે દહીં સાથે પીરસી શકો છો