HomeDessert & Sweetsમીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in Gujarati

મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું  મીઠા પુડલા. એમ કહેવાય છે કે પુડલા પહેલાના વખતમાં ઘણા બધા બનતા કેમકે તે ઓછા તેલ તથા ઓછા ઘી માં બને છે અને આગળના જમાનામાં મિષ્ટાન ખાવાનું ઘણો બધો ક્રેઝ હતો  પરંતુ બધા માટે ઘણા ઘી નો ઉપયોગ કરવો સકય ન હતું જેથી લોકો ઓછા ઘીમાં બનતી વાનગીઓ બનાવતાં જેમાં ની એક છે ઘઉંના મીઠા પુડલા. મીઠા પુડલા ઘણા લોકો ગોળથી તો ઘણા ખાંડથી બનાવતા હોય છે આજે આપણે ગોળ માંથી બનતા મીઠાપુર બનાવીશું તો ચાલો શીખીએ મીઠા પુડલા બનાવવાની રીત, pudla banavani rit, mitha pudla recipe, meetha pudla recipe in Gujarati.

મીઠા પુડલા બનાવવા જરૂરી સામગ્રી

  • મીઠા પુડલા બનાવવા જરૂરી સામગ્રી
  • ઘઉં નો લોટ 1 કપ
  • સુધારેલ ગોળ ½ કપ
  • એલચી નો ભૂકો 1 ચમચી
  • વરિયાળી નો ભૂકો 1-2 ચમચી
  • પાણી 1 કપ

Meetha pudla recipe in Gujarati

ઘઉંના મીઠા પુડલા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો , તેમાં અડધો કપ સુધારેલો ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી ચડાવો ,ત્યારબાદ ગેસ બંધ કરી દો અને મિશ્રણને નવશેકું ઠંડું થવા દો

હવે એક બીજા એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં એલચીનો ભૂકો અને વરિયાળી નો ભૂકો નાંખી બરાબર મિક્સ કરો , ત્યારબાદ તેમાં ગોળ વાળુ નવશેકુ પાણી ગાડી ને બરોબર મિક્સ કરતા જાવ મિક્સ કરતા વખતે ધ્યાન રાખવું કે લોટના ગાંઠા ન બને

હવે તૈયાર મિશ્રણને ઢાંકણ ઢાંકી અડધો કલાકથી કલાક એક બાજુ મૂકી દો, અડધા મિશ્રણ ને એક વાર બરોબર મિક્સ કરી લ્યો , ગેસ પર નોન સ્ટીક તવી ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એમાં કડછી વડે અથવા વાટકી વળે મિશ્રણ રેડી નાખો મિશ્રણ પોતાની રીતે ફેલાય એટલું જ ફેલવું વધુ પાતળું ના કરવું

1-2  મિનિટ ફૂલ તાપે પ્રથમ પુડલામાં જારી પડે એટલે કે કાણા પડે ત્યાં સુધી ફૂલ તાપે ચડાવો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરી ધીમા  તાપે ચડાવો , ઉપરની બાજુ બરોબર ચડી જાય એટલે તેના પર એકાદ ચમચી ઘી/તેલ રેડી બીજી બાજુ પણ શેકી લો

આમ એક પછી એક બધા જ પુડલા  શેકી તૈયાર લેવા ,મીઠા પુડલા ને તમે દહીં સાથે પીરસી શકો છો

NOTES

મીઠાશ તમારી મરજી મુજબ ઓછી વધુ કરી સકો છો

એલચી કે વરિયાળી ન નાખવી હોય તો ના નાખો તો પણ ચાલે

Meetha Pudla banavani rit | mitha pudla recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Silver Spoon Hiru’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મીઠા પુડલા બનાવવાની રીત

મીઠા પુડલા બનાવવાની રીત - pudla banavani rit - meetha pudla recipe in gujarati - mitha pudla recipe

મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit

આજે આપણે ગોળ માંથી બનતા મીઠા પુડલા બનાવીશું તો ચાલો શીખીએ મીઠા પુડલા બનાવવાની રીત, pudla banavani rit, mitha pudla recipe, meetha pudla recipe in gujarati.
3.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • નોન સ્ટીક તવી

Ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • સુધારેલ ગોળ ½ કપ
  • એલચીનો ભૂકો 1 ચમચી
  • વરિયાળીનો ભૂકો 1-2 ચમચી
  • પાણી1 કપ

Instructions

મીઠા પુડલા બનાવવાની રીત – meetha pudla recipe in gujarati – pudla banavani rit

  • ઘઉંના મીઠા પુડલા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એકવાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો
  • તેમાં અડધો કપ સુધારેલો ગોળ નાખી ગોળ ઓગળે ત્યાંસુધી ચડાવો ,ત્યારબાદ ગેસ બંધ કરી દો અનેમિશ્રણને નવશેકું ઠંડું થવા દો
  • હવે એક બીજા એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાંએલચીનો ભૂકો અને વરિયાળી નો ભૂકો નાંખી બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ગોળ વાળુ નવશેકુ પાણી ગાડી નેબરોબર મિક્સ કરતા જાવ મિક્સ કરતા વખતે ધ્યાન રાખવું કે લોટના ગાંઠા ન બને
  • હવે તૈયાર મિશ્રણને ઢાંકણ ઢાંકી અડધો કલાકથીકલાક એક બાજુ મૂકી દો, અડધા મિશ્રણ ને એક વાર બરોબરમિક્સ કરી લ્યો
  • ગેસ પર નોન સ્ટીક તવી ગરમ મૂકો તવી ગરમ થાયએટલે એમાં કડછી વડે અથવા વાટકી વળે મિશ્રણ રેડી નાખો મિશ્રણ પોતાની રીતે ફેલાય એટલુંજ ફેલવું વધુ પાતળું ના કરવું
  • 1-2 મિનિટ ફૂલ તાપે પ્રથમ પુડલામાં જારી પડે એટલે કે કાણા પડે ત્યાંસુધી ફૂલ તાપે ચડાવો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરી ધીમા  તાપે ચડાવો
  • ઉપરની બાજુ બરોબર ચડી જાય એટલે તેના પર એકાદચમચી ઘી/તેલ રેડી બીજી બાજુ પણ શેકી લો
  • આમ એક પછી એક બધા જ પુડલા  શેકી તૈયાર લેવા ,મીઠા પુડલા ને તમે દહીં સાથે પીરસી શકો છો

Notes

મીઠાશ તમારી મરજી મુજબ ઓછી વધુ કરી સકો છો
એલચી કે વરિયાળી ન નાખવી હોય તો ના નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular