ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવા સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં કે ફ્રીઝર માંમૂકી બરોબર ઠંડુ કરી લ્યો, અને અમૂલ ની ફ્રેશ ક્રીમ ને ફ્રીઝ માં મૂકી ઠંડી કરી એમાંથી ઉપર આવેલ ઘટ્ટમલાઈ કાઢી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ નારિયળ ને તોડી એનું પાણીઅલગ કરી મલાઈ ને અલગ કાઢી લ્યો.
હવે એક મિક્સર જારમાં ઠંડુ દૂધ નાખો સાથે ફ્રેશ ક્રીમ, મિલ્ક પાઉડર, નારિયળનો મિલ્ક પાઉડર, ખાંડ અને નારિયળ ની મલાઈ નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધકરીને સ્મુથ પીસી લ્યો આશરે ને ચાર મિનિટ પીસી લ્યો ને પીસી ને મિશ્રણ તૈયાર કરી લ્યો.
ત્યારબાદ પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યોને ડબ્બા માં મિશ્રણ નાખ્યા બાદ ડબ્બો બરોબર બંધ કરી ફ્રીઝર માં પાંચ થી સાત કલાક અથવાઆખી રાત જમાવવા મૂકો આઈસક્રીમ બરોબર જામી જાય એટલે આઈસક્રીમ ને ડીમોલ્ડ કરી લ્યો અનેત્યાર બાદ આઈસક્રીમ ના નાના નાના કટકા કરી લ્યો.
હવે કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં નારિયેળની મલાઈ ના કટકા કરી આઈસક્રીમમાં નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બો બંધકરી ફ્રીઝર માં ચાર થી પાંચ કલાક જમાવવા મૂકો ત્યાર બાદ મજા લ્યો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ.