નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ નાના આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એકએક આમળા માંથી દાડી ને અલગ કરી લ્યો ને એક વાસણમાં મૂકતા જાઓ ને બધા આમળા માંથી દાડીને અલગ કરી લીધા બાદ ફરી એક વખત પાણી થી ધોઇ ને સાફ કરી ચારણીમાં નાખી પાણી નીતરવા મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ આમળા અને ખાંડ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને હવે ગેસ ફૂલ તાપે મિક્સ કરતા રહી ને હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે એમાં એકબે ચપટી મીઠું નાખો દયો ત્યાર બાદ ફરી બરોબર હલાવતા રહો ત્યાર બાદ થોડી થોડી વારે હલાવતારહો ને આમળા ને ખાંડ માં ચડવા દયો.
આમળા ખાંડ માં ચડી ને નરમ બને અને આમળા નો રંગ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો આમ આમળા ને અડધા થી પોણો કલાક ચડાવી લીધા બાદ આમળા નરમ થઇ જસે નેરંગ પણ બદલી જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
ગેસ બંધ કરી નાખ્યાં પછી આમળા ને ઠંડા થવા દયો ને આમળા બિલકુલ ઠંડા થઇ જાય ત્યાર બાદ સાફને કોરી કાંચ ની બરણી માં આમળા ને ભરી દયો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાય ત્યારે કાઢી ને મજા લ્યો તમે આ આમળા ને ફ્રીઝમાં મૂકી ને ઠંડા કરી ને પણ ખાઈ શકો છો તો તૈયાર છે નાના ખાટા આમળાનો મુરબ્બો.