બ્રેડ રોલ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં ઝીણી સુધારેલીડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મેસ કરી ને મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી ચાકુથી કટ કરી લ્યો હવે સ્લાઈસ ને પાણીમાં બોળી ને ભીંજવી લ્યો ને હથેળી થી બ્રેડ ની સ્લાઈસ ને દબાવી ને વધારા નું પાણી નિતારી લ્યો ત્યારબાદ એમાં વચ્ચે તૈયાર કરેલ મસાલા મૂકી ને બરોબર પેક કરી રોલ્સ બનાવી લ્યો આમ એક એકબ્રેડ ની સ્લાઈસ ને પલાળી ને નીચોવી ને મસાલો ભરી પેક કરી લ્યો.આમ બધા રોલ્સ તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ બ્રેડ રોલ્સ નાખીને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધા રોલ્સ ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ટિસ્યુપેપર પર કાઢી લ્યો ને ચટણી અને સોસ સાથે મજા લ્યો બ્રેડ રોલ્સ.