ગુવાર બટેટા નું કોરું શાક બનાવવા સૌપ્રથમ ગુવાર ને સાફ કરી લ્યોત્યાર બાદ એક બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી ગેસ પર ગરમકરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો.
વીસ મિનિટ પછી ગુવાર ને ચારણી માં કાઢી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ સાફ કરી ને નાની સાઇઝ ના કટકા કરી એમાં રહેલ રસા ને બને બાજુની દાડી ને અલગ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણની સુધારેલ કણી નાખી ને લસણ ને શેકીલ્યો લસણ શેકાઈ જાય એટલેએમાં બટાકા ના કટકા નાખી મિક્સ કરી ને ધીમા તાપે શેકી ને ચડાવી લ્યો.
બટાકા ચડવા આવે ત્યારે એમાં સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો નેડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં બાફી ને કટકા કરેલગુવાર નાખી મિક્સ કરી લ્યો ને લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરુંપાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી છાંટી શકો છો અને બટાકા બરોબર ચડી જાય ત્યાં સુંધી સાવ ધીમા તાપે ચડાવી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો ને ત્યાર બાદ તૈયાર શાક ને રોટલી, પરોઠા સાથે ગરમ ગરમ સર્વ કરો ગુવાર બટેટા નું કોરું શાક.