મસાલા તુરઇ બનાવવા સૌપ્રથમ કાચા તુરીયા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને આંગળી ની સાઇઝ ના કટકા કરી લ્યો અને એમાં ઊભી પ્લસ ની જેમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો એમાં સીંગદાણા નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલું સૂકું નારિયળ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો હવે ઠંડા થયેલ સીંગદાણા અને નારિયળના છીણ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી ને પીસી લ્યો.
હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ તુરીયા નાખો સાથે પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ હલાવતા રહો તુરીયા ને શેકો ત્યાર બાદ બે ચાર મિનિટ માટે ઢાંકી ને તુરિયનેશેકી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર ચડી જાય શેકેલ તુરીયાને બીજા વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો.
ત્યારબાદ એજ કડાઈમાં એકાદ ચમચી તેલ નાખી ગરમ.કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાંઆદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણાનો ભૂકો નાખી મિક્સ કરી શેકી લ્યો અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી એક મિનિટ શેકી ને મિક્સ કરી અને ત્યાર બાદ એમાંશેકી રાખેલ તુરીયા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સકરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા તુરઇ.