મેંગો ફ્રુટી બનાવવા સૌપ્રથમ જેનો રંગ કેસરી જેવો હોય એવા પાકેલા આંબા લ્યો અને પાણી માં અડધો કલાક પલાળી મુકો ત્યાર બાદ આંબા ને ચાકુથી છોલી લઈ ને મોટા મોટા કટકા કરી એક એક બાજુ મૂકો હવે કેરી ને ધોઇ ને છોલી લ્યો અને એના પણ કટકા કરી લ્યો.
હવે કટકા કરેલ આંબા અને કેરી ને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી ફરીથી સ્મૂથ પીસી લ્યો અને આંબા કેરી બરોબર પીસી લીધા બાદ એક મોટી અને ઝાડા તરીયા વાળી કડાઈમાં પીસેલા પલ્પ ને નાખો સાથે એમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ને હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને ધીમો કરીને ધીમા તાપે થોડું થોડી વારે હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો.
મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિશ્રણ ને બીજા વાસણમાં ગરણી થી ગાળી લ્યો અને બિલકુલ ઠંડુ થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બોટલ માં ભરી ને ફ્રીઝ માં મૂકી દયો તો તૈયાર છે મેંગો સીરપ.
હવે મેંગો ફ્રુટી બનાવવા તૈયાર કરેલ મેંગો સીરપ ની બે ત્રણ ચમચી ગ્લાસ માં નાખો એમાં બેત્રણ બરફ ના કટકા નાખો ને ઉપર થી પાણી નાખી મિક્સ કરી લ્યો ને મજા લ્યો મેંગો ફ્રુટી.