ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ઘી, જીરું , આદુ પેસ્ટ, મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંછીણેલી પાનકોબી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચાળીને બાજરા નો લોટ નાખો ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
હવે લોટ ને બીજા વાસણમાં કાઢી થોડો ઠંડો થવા દયો લોટ થોડો ઠંડો થાય એટલે સાફ હાથેથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એના સરખા બે ત્રણ ભાગ કરો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવીગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી એક ભાગ લઈ ને કોરા લોટ ની મદદ થી હલકા હાથે મિડીયમ જાડી વણી લ્યો.
ગેસ ને મીડીયમ કરી એમાં વણેલી રોટલી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો રોટલી ગોલ્ડન થાય એટલે નીચે ઉતરી ઘી લગાવી લ્યો આમ બીજી રોટલી પણ વણી ને શેકી લ્યો ને ઘી લગાવી ને મજા લ્યો બાજરા ની મસાલા રોટલી.