નારિયળ ના લાડુ બનાવવા સૌપ્રથમ વસુકા નારિયળ ના છીણ ને એક મોટા વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ, એલચી પાઉડર, મિલ્ક પાઉડર, બદામની કતરણ, પિસ્તા ની કતરણ નાખી બધી કોરી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે પહેલા થી ગરમ કરેલ દૂધ ને બિલકુલ ઠંડુ કરી નાખો ને દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે દૂધ નીબે ચાર બે ચાર ચમચી નાખતા જઈ લોટ બાંધીએ એમ મિશ્રણ ને બરોબર બાંધી લ્યો.
હવે જો લાડુ ને રંગબેરંગી બનવવા હોય તો એના સરખા ત્રણ ભાગ કરી લ્યો હવે એક ભાગ માં કેસરી રંગ ના ટીપાં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા ભાગ માં પીળો રંગ નાખી મિક્સ કરી લ્યો ને ત્રીજા ભાગ ને એમજ સફેદ રહેવા દયો.
ત્યારબાદ પહેલા સફેદ રંગ માંથી જે સાઇઝ ના લાડુ બનાવવા હોય એ સાઇઝ ના લાડુ બનાવી લ્યો ત્યારબાદ પીળા વાળા માંથી લાડુ બનાવી લ્યો અને ત્યાર બાદ કેસરી વાળા લાડુ બનાવી લ્યો આમ બધા લાડુ તૈયાર કરી લ્યો ને મજા લ્યો નારિયળ ના લાડુ.