રાગી ની ઈડલી બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફ કરેલ રાગી, અડદ દાળ, ચોખા અને મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એમાં બીજા ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ત્રણ ચાર કલાક પલાળી મૂકો.સાથે બીજા વાસણમાં સાફ કરેલ પૌવા ને પણ એક વખત ધોઇ નાખો ને એક કપ પાણીનાખી અડધો કલાક પલાળી મૂકો.
રાગી ને દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી એક વખત સાફ પાણી થી ધોઈ લ્યો ને પાણી નિતારી નાખો. પૌવા નું પાણી પણ નિતારી નાખો.
હવે બધી સામગ્રી ને મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠી અને જરૂર મુજબ નું પાણી નાખીને સ્મુથ પીસી લ્યો. આમ બધી સામગ્રી ને બરોબર પીસી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને બાર કલાક અથવા આખી રાત આથો આવવા મૂકી દયો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો.બાર કલાક પછી જો આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો.તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ઈડલી સ્ટેન્ડ માં નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો.
વીસ મિનિટ પછી સ્ટેન્ડ ને બહાર કાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી ને સંભારકે ચટણી સાથે સર્વ કરો રાગી ઈડલી.