મખાનિયા લસ્સી બનાવવા સૌપ્રથમ એક સાફ કોટન ના કપડા માં મારું દહી નાખી ને એની પોટલી બનાવી લ્યોને ફેરવી ને જેટલું પાણી નીકળે એટલું પાણી નિતારી દયો ત્યાર બાદ પોટલી ને ગાંઠ વાળી ચારણી પર મૂકો અને ચારણી ને તપેલી પર મૂકી એકાદ કલાક તપેલી ને ફ્રીઝ માં મૂકી દયો જેથી એમાંથી વધારા નું પાણી નીતરી જાય.
હવે એકાદ કલાક પછી દહી ને ફ્રીઝ માંથી કાઢી લ્યો ને બીજી તપેલી માં કાઢી લ્યો અને બરોબર મિક્સ કરી સ્મૂથ થાય ત્યાં સુંધી ફેટી લ્યો. દહી સ્મૂથ થાય એટલે એમાં દૂધ , કેસર ના તાંતણા દૂધ માં મિક્સ કરેલ, એલચી પાઉડર,ખાંડ નાખી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણમાં ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરતા રહો.
ખાંડ ઓગળી જાય એટલે ફ્રીઝ માં મૂકી ને ઠંડી કરી લ્યો ને લસ્સી ઠંડી થાય એટલે સર્વિંગ ગ્લાસમાં નાખો ઉપર માખણ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ઠંડી ઠંડી સર્વ કરો મખાનિયા લસ્સી.