હવેમિક્સર જારમાં દાળ, લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી દરદરા પીસી લ્યો. ત્યાર બાદ એક વાસણમાં કાઢી એમાં ઝીણી સુધારેલી ડુંગળી, છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, બાફેલા બટાકા ને મેસ કરેલ,આદુ પેસ્ટ, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.