અડવી ફ્રાય બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદગેસ પર એક કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને સાફ કરેલ અડવી નાખી દયો ને ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો.
વીસ મિનિટ પછી ગરમ પાણી માંથી કાઢી લ્યો ને થોડી ઠંડી થવા દયો. અડવી થોડી ઠંડી થાય એટલે એને છોલી ને સાફ કરી લ્યો બધી જ અડવી ને સાફ કરી લીધા બાદ મિડીયમ જાડા ગોળ કે લાંબા કટકા કરી મોટા વાસણમાં મૂકો.
હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, હિંગ, બેસન,ચોખા લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મસાલાને અડવી ના કટકા પર નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોટીંગ કરેલ અડવી નાખી ને થોડી થોડી વારે હલાવતા રહી ધીમા તાપે શેકી ને ક્રિસ્પી કરી લ્યો અહી તમને લસણ પસંદ હોય તો કુટેલ લસણ પણ નાખી શકો છો.
બેસન બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી ધીમા શકતા રહેવું બધી જ સામગ્રી શેકાઈને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ભાત કે રોટલી સાથે મજા લ્યો અડવી ફ્રાય.