સોજી બેસન ના લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ ધીમા તાપ પર એક કડાઈમાં પાંચ મોટા ચમચા ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાંચાળી ને બેસન નાખો ને બરોબર મિક્સ કરતા રહી પાંચ સાત મિનિટ હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે તો લાડવા નો સ્વાદ બગડી જસે એટલે ધ્યાનથી હલાવતા રહો.
પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું નરમ થતું લાગશે ત્યાર બાદ પણ હલાવતા રહો ને શેકતા રહો બેસન બરોબર શેકાઈ જસે એટલે ઘી અલગ થતું જસે બેસન ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થાય એટલે એમાં ઝીણી સોજી નાખો ને બરોબર મિક્સ કરી સોજી ને પણ પાંચ સાત મિનિટ શેકો.
સોજી શેકાઈ જવા આવે એટલે એમાં એલચીપાઉડર , કાજુ ની કતરણ, બદામ ની કતરણ,પિસ્તા ની કતરણ અને કીસમીસ નાખી ને મિક્સ કરી એને પણ શેકી લ્યો.
સોજી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને ગેસ પરથી ઉતારી ને હલાવતા રહી પાંચ સાત મિનિટ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદજે સાઇઝ ના લાડવા બનાવવા ના હોય એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો ને ડબ્બા માં ભરી ને મજાલ્યો સોજી બેસન ના લાડવા.