સાબુદાણા થાલીપીઠ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો. ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને સાફકરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ને છ સાત કલાક પલાળી લ્યો.કુકર મા ધોઇ સાફ કરેલ બટાકા નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી નેચાર પાંચ સીટી વગાડી ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવાદયો. કુકર ની હવા નીકળી જાય.
સાત કલાક પલાળેલા સાબુદાણા ને ચારણી માં નાખી ને એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટાકા છોલીને સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં નીતારેલ સાબુદાણા નાખો સાથેઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ,જીરું અને અધ કચરા પીસેલા શેકેલ સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો હવે ભીનું કપડું લ્યો અથવા બટર પેપર પરતેલ લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સાબુદાણા નું મિશ્રણ મૂકી ને ઉપર બીજો બટર પેપર મૂકી દબાવી ને એક સરખું ફેલાવી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર ઘી લગાવી લ્યો એના પર તૈયાર કરેલ થાલીપીઠ મૂકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.
ત્યાર બાદ ઉપર ઘી લગાવી ને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ એક એક કરી બધી જ સાબુદાણા થાલીપીઠ બનાવી ને તૈયાર કરી લ્યો અને દહી કે ચટણી સાથે સર્વકરો સાબુદાણા થાલીપીઠ.