કાળાજાંબુ નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ધીમો ચાલુ કરી હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થઈ ભેગું થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
મિશ્રણ ઠંડુ થાય એટલે થોડું મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર, બેકિંગ સોડા , બેકિંગ પાઉડર અને પા ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં ચાળીને મેંદા નો લોટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ અલગ કરી એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બને ના એકસરખા ભાગ કરી લ્યો. ત્યાર બાદ હાથ માં ઘી લગાવી મોટા ભાગ માંફૂડ કલર વાળુ મિશ્રણ મૂકી ને ફેરવી ને ગોળ જાંબુ બનાવી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ ને નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલકા હાથે તેલ કે ઘી હલવો જેથી જાંબુ નીચે ચોટસે નહિ હવે થોડી થોડી વારે હલાવતા રહો ને જાંબુ ને ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે એક મિનિટ માટેગેસ ફૂલ કરી શકો છો.
આમ જાંબુ તરાઈ ને કાળા થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ એને ગરમ ચાસણી માં નાખી દયો ત્યારબાદ ચાસણી માં બે ત્રણ કલાક રહેવા દયો ત્યાર બાદ મજા લ્યો કાળાજાંબુ.