હવે એક જાડા તળિયાવાળી કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો અને એમાં બે ચાર ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ વાળુ દૂધ નાખી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે ત્યાર બાદ ગેસ ને મીડીયમ તાપે ઊકળવા દયો અને થોડીથોડી વારે હલાવતા રહેવું જેથી તરીયા માં ચોંટે નહિ.
દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો ને બીજી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ ને ધીમો કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો અને માવોદૂધ સાથે બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં સેવ નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને મિશ્રણઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી ને દસમિનિટ રહેવા દયો.
દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ ઉપરકાજુ, બદામ અને પીસ્તાની કતરણ છાંટી ને સેટ થવા એક બે કલાક અથવા ફ્રીઝ માં અડધો કલાક સેટ થવા મૂકો.
મિશ્રણ બરોબર સેટ થઇ જાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સિંધી સેવ માંથી મીઠાઈ.