પાન બનાવવા માટે સૌથી પહેલા કાજુ લ્યો. હવે તેને એક મિક્સર જાર માં નાખી સરસ થી પીસી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે ખાંડ સરસ થી ઓગળીજાય ત્યાં સુધી સરસ થી હલાવતા રહો. અહીંયા આપણે ચાસણી નથી કરવાનીમાત્ર ખાંડ ને સરસ થી મેલ્ટ થવા દેવાની છે.
ત્યારબાદ તેમાં પીસી ને રાખેલો કાજુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપેપાંચ થી છ મિનિટ સેકી લ્યો. હવે તે મિશ્રણ માંથી થોડું મિશ્રણહાથ માં લઇ તેનો બોલ બનાવી ચેક કરી લ્યો. જો મિશ્રણ માંથી બોલસરસ થી બની જાય અને હાથ માં ચિપકે નહિ તો સમજવું કે પાન માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.
ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ઘી નાખી મિશ્રણ ને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં પાન નો કલર દેવા માટે ગ્રીન ફુડ કલર નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મિશ્રણ નેઠંડું થવા દયો.