ફરાળી તવા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં મોરયો અને સાબુદાણા લ્યો. હવે તેને સરસ થી ધોઈ લ્યો.હવે તેમાં દહી અને અડધો કપ જેટલું પાણી નાખી અડધી કલાક સુધી પલળવા દયો.
હવે અડધી કલાક પછી તેને એક મિક્સર જારમાં નાખો. સાથે આદુ અને લીલું મરચું નાખી સરસ થી પીસી લ્યો. હવેતેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને બે કાચા બટેટા ને ખમણી ને તેમાં નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદહવે તવા ઢોકળા ના બેટર માંથી બે થી અઢી ચમચા જેટલું બેટર્ અલગ થી એક બાઉલ માં કઢો. હવે તેમાં ઇનો નાખી સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક તવા કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અનેતલ નાખો. હવે તેમાં લીમડાના પાન નાખો. ત્યારબાદ તેમાં ઇનો એડ કરી ને રાખેલું બેટર નાખો. હવે તેને ઢાંકી નેત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
હવે ત્રણ થી ચાર મિનિટ પછી એક પ્લેટ માં તવા કઢાઇ ને ઊંધી કરી ને ફરાળી તવા ઢોકળા ને કાઢીલ્યો. હવે આ રીતે બીજાપણ તવા ઢોકળા બનાવી ને તૈયાર કરી લ્યો.