પાણી પુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit
લોકો ને મુજ્વતો પ્રશ્ન પાણી પુરી કેવી રીતે બનાવવી નો ઉકેલ લાવીશું , પાણી પુરીનું પાણી બનાવવાની રીત,pani puri recipe in gujarati, pani puri banavani rit,pani puri nu pani recipe in gujarati.
4.86 from 7 votes
Prep Time: 30 minutesminutes
Cook Time: 1 hourhour
Total Time: 1 hourhour30 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી
1 કપ ઘઉં નો લોટ
¼ કપ સોજી
મીઠું
પાણી જરૂર મુજબ
તેલ તળવા
પાણીપુરી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી
1 કપ ચણા બાફેલા
5-6 બટાકા બાફેલા
1ચમચી લાલ મરચાનો પાવડર
સ્વાદ મુજબ મીઠું
પાણીપુરી ની મીઠી ચટણી બનાવવા જરૂરી સામગ્રી
1 ½ લીટર પાણી
250ગ્રામ આંબલી
400 ગ્રામ ગોળ
1 સેકેલું જીરું
1 ચમચીસુંઠ પાવડર
1 ચમચીલાલ મરચાનો પાવડર
1 ચમચીજીરૂ પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે
પાણીપુરી નું ફુદીના નું પાણી બનાવવા જરૂરી સામગ્રી
2 કપ ફુદીના ના પાન
1 કપ લીલા ધાણા સુધારેલા
8-9 લીલા મરચા સુધારેલા
2 લીંબુ નો રસ
¼ કપઆંબલીનો પ્લપ
¼ કપગોળ
1 નાનો ટુકડો આદુ
2 ચમચી પાણીપુરી મસાલો
1 ચમચી સંચળ
¼ ચમચી ચમચી શેકેલા જીરું પાઉડર
ચમચી લવિંગ પાવડર ¼ ચમચી
¼ તજ પાવડર
સ્વાદ મુજબ મીઠું
1 ½ લીટર પાણી
¼ કપ ખારી બૂંદી
Instructions
પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit
સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લો તેમાં સોજી અને ચપટી મીઠું નાખી જરૂર મુજબપાણી રેડતા જઈ કઠણ લોટ બાંધી લ્યો
લોટ ને ઢાંકણ ઢાંકી અથવા ભીનું કપડું ઢાંકી 10 15 મિનિટ એક બાજુ મૂકી દો
દસ થી પંદર મિનિટ થઈ ગયા બાદ લોટને ફરીથી બરાબરમસળી લો
ત્યાર બાદ તેના રોટલીની સાઈઝના લુઆ બનાવી વેલણવળી પાતળી રોટલી વણી લેવી
વણેલી રોટલી માંથી કૂકી કટ્ટર અથવા નાની સાઈઝનાવાટકા કે ઢાંકણ વડે ગોળ કાપી લો
અથવા તો લોટ માંથી નાના લુવા બનાવી નાનીનાની પૂરીઓ વણી લો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો
તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી તેમાં એક એકપુરીનાખતા જઈ ઉપરથી ઝારા વડે થોડું દબાણ આપી દબાવો દબાવવાથી પુરી ફુલ સે
ત્યારબાદ બંને બાજુ પૂરીને ગોલ્ડન થાય ત્યાંસુધી તરો ત્યાર બાદ કાઢી લો ,આમ બધી પુરી તૈયાર કરી લો
પાણીપુરી નો મસાલો બનાવવાની રીત | પકોડી નો મસાલો બનાવવાની રીત
સૌપ્રથમ ચણાની ચારથી પાંચ કલાક પાણીમાં પલાળીરાખો
ત્યાર બાદ કુકરમાં 3 કપ પાણી લઈ સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચણાની ૪ થી ૫ સીટી સુધીસુધી ચડાવી લો
ત્યાર બાદ કૂકર ઠંડુ થાય એટલે ચણાને પાણીમાંથીકાઢી લો
ત્યારબાદ એ જ કુકરમાં ફરી પાંચ બટેકા એક ગ્લાસપાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફી લો
ત્યાર બાદ એક વાસણમાં બાફેલા ચણા અને બટાકાનેતેમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો ભૂકો નાખી હાથ વડે બરોબર મસળી મસાલો તૈયાર કરીલો
Panipuri nu pani recipe in gujarati
હવે આપેણે 2 પ્રકારના પાણીપૂરી નું પાણી બનાવતા શીખીશું
પાણીપૂરી નું મીઠું પાણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં એક લીટર જેટલું પાણી લો
તેમાં આમલી, ગોળ ,સ્વાદ પ્રમાણે મીઠું, લાલમરચાંનો ભૂકો, સુઠ પાવડર ,જીરુ પાવડર નાખીમિશ્રણ ઉકળીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો
મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ગેસ બંધ કરી આમિશ્રણને ઠંડુ થવા દેવું
ત્યારબાદ તેને ગરણી વડે ગાળી લઈ મીઠી ચટણી તૈયારકરી લો
પાણીપૂરી નું ફુદીના વાળું પાણી બનાવવાની રીત | pani puri nu pani banavani recipe