પાનકોબી ના કબાબ બનાવવા સૌપ્રથમ પાનકોબી ના ઉપર ના બે ચાર પાંદ ને કાઢી નાખી કોબી ને ધોઇ લ્યોત્યાર બાદ એના એક સરખા બે કે ચાર ભાગ માં કટકા કરી ચાકુ થી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો. સુધારેલી પાનકોબી માં અડધીચમચી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો.
દસ મિનિટ પછી સુધારેલ પાનકોબી માંથી થોડી થોડી લઈ હથેળી વચ્ચે દબાવી ને પાણી નિતારી અલગ કરી લ્યો. આમ બધી જ સુધારેલપાનકોબી નું પાણી નિતારી અલગ કરી નાખો. હવે પાનકોબી માં ચાળીને ચોખા નો લોટ, બેસન નાખો
એની સાથે ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલાં મરચા, અધ કચરા સૂકા ધાણા, ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, હળદર, જીરુંપાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો અને જરૂર લાગે તો એકબે ચમચી પાણી નાખી મિક્સ કરી કબાબ નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાણી વારા હાથ કરી નેજે સાઇઝ ના કબાબ બનાવવા હોય એ સાઇઝ ના કબાબ બનાવી લ્યો.
તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કબાબ નાખીમિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો. આમ બધા જ કબાબ ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો પાનકોબી ના કબાબ.