મમરા નો ચેવડો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મમરા નાખો.હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેજ કઢાઇ માં પાંચ થી છ ચમચી તેલ નાંખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખો. સીંગદાણા સરસ થી ગોલ્ડન કલર ના થઈ જાય એટલે તેમાં ફોલેલાં દારીયા ની દાળ નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને ક્રિસ્પી કરી લ્યો.
ત્યાર બાદ તેમાં બદામ ના વચ્ચે થી બે ટુકડા કરી ને નાખો. હવે તેમાં કાજુ ના પણ વચ્ચે થી બે ટુકડા કરી ને નાખો. ત્યાર બાદ તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં જીરું નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો અને મીઠો લીમડો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે લીલાંમરચાં અને લીમડો ક્રિસ્પી થઈ જાય ત્યાર બાદ તેમાં મગજતરી અને સફેદ તલ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અનેએક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ પાવડર, ચાટ મસાલો અને હળદર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંસેકી ને રાખેલા મમરા નાખો. હવે તેને બધી સામગ્રી સાથે સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, આમચૂર પાવડર અને સુગર પાવડર નાખો. હવે તેને ફરી થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે ચેવડા ને ઠંડો થવા દયો.
હવે તૈયાર છે મમરા નો ટેસ્ટી અને ચટપટો ચેવડો. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે કઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે મમરા નો ચેવડો ખાવાનો આનંદ માણો.