હવે ગૂંથેલા લોટ માંથી નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો અને પાતળી રોટલી વણી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને તૈયાર કરી લ્યો.
હવે તેમાં થી પાંચ રોટલી લ્યો. હવે તેમાં થી એક રોટલી લ્યો. હવે તેની ઉપર ઘી લગાવી લ્યો.ત્યાર બાદ તેની ઉપર મેંદા ના લોટ છાંટો. હવે તેનીઉપર બીજી રોટલી મૂકો. હવે તેની ઉપર ઘી લગાવો ત્યાર બાદ તેની ઉપરફરી થી મેંદા નો લોટ છાંટો. આવી રીતે પંચે રોટલી તૈયાર કરી લ્યો.
ત્યાર બાદ તેને એક બાજુ થી ધીમે ધીમે ગોળ ધુમાવતા જાવ અને એક રોલ બનાવી લ્યો. રોલ બનાવતી સમયે રોલ ના છેડેરોટલી ની બધી જ લેર પર પાણી લગાવી ને રોલ કરવું જેથી રોલ ખૂલે નહિ અને સરસ થી ચીપકીજાય. હવે રોલ ને બે હાથ થી સરસ થી દબાવી ને સેટ કરી લ્યો.
ત્યારબાદ રોલ ના ચાકુ ની મદદ થી અડઘા ઇંચ ના ગેપ માં પીસ કરી લ્યો.હવે તેમાં થી એક પીસ લ્યો. હવે તેને હાથ થી થોડુંપ્રેસ કરી લ્યો. હવે તેને હલ્કા હાથે વણી લ્યો. આવી રીતે બધા ખાજા વણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં તળવા માટેખાજા નાખો. હવે તેને ધીમા તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
ચાસણી ઠંડી થઇ ગઇ હોય તો તેને ફરી થી ગરમ કરી લ્યો. ત્યારબાદ તેમાં તળી ને રાખેલા ખાજા નાખો. હવે તેને એક થી બે મિનિટસુધી ચાસણી માં રહવા દયો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા ખાજા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી ખાજા. હવે એક પ્લેટ માં ખાજા રાખો. હવે તેની ઉપર તુલસી નું પાન રાખી ભગવાન જગન્નાથ ને ભોગ લગાવો ત્યાર બાદ ટેસ્ટી ખાજા ખાવાનો આનંદ માણો.