ઘઉં ના લોટ નું ખીચું બનાવવા સૌપ્રથમ ગેસપર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો
પાણી ઉકળવા માંડે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું ,અજમો ,જીરુ ,લીલા મરચાની પેસ્ટ , લાલ મરચા નો ભૂકો નાખી ઉકાળો
પાણી બરાબર ઊકળે એટલે તેમાં ચારી ને રાખેલ ઘઉંનોલોટ નાખો
ઘઉં ના લોટ નાખ્યા બાદ વેલણ વડે અથવા ચમચાવડે મિશ્રણને બરાબર મિક્સ કરો
મિશ્રણ મિક્સ કરતી વખતે ધ્યાન રાખવું કે તેમાંગાંઠા ન રહી જાય
બધું જ બરોબર મિક્સ થઇ જાય એટલે છેલ્લે તેમાંતલ નાખી ફરીથી એકવાર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 8-9 મિનિટ ચડવા દો
મિશ્રણ બરાબર ચડી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં તેલ નાખી ફરીથી બરાબર મિક્ષ કરી લો
હવે સર્વિંગ પ્લેટમાં ખીચું લઈ તેના પર માખણકે ઘી ,લાલ મરચાંનો ભૂકો છાંટવો તેમજ લીલા ધાણાથીગાર્નીશ કરી ગરમ ગરમ પીરસો ઘઉંના લોટ નું ખીચું.