સેવ ખમણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન લ્યો,બેસન માં સ્વાદ મુજબ મીઠું, હળદર, ખાંડ, આદુ લસણ મરચાની પેસ્ટ, તેલનાખી મિક્સ કરો
હવે આ મિશ્રણમાં થોડું થોડું પાણી નાખી ને મીડિયમઘટ્ટ મિશ્રણ બનાવો, મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેને એક બાજુ 10 મિનિટ ઢાંકી ને મૂકી દેવું
હવે ગેસ પર ઢોકરિયા માં પાણી ગરમ કરવા મૂકો, હવે એક થાળી માં થોડું તેલ લગાડી તૈયાર કરો
હવે બેસન ના મિશ્રણમાં 1 ચમચી ઇનો નાખો ને બરોબર મિકસ કરો, તૈયાર બેસન વાળું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માંનાખી દયો
હવે તૈયાર થાળી ઢોકળીયા મૂકી 15 મિનિટ સુધી ચડવા દયો , 15 મિનિટ પછીચાકુ વડે ચેક કરી લ્યો ,બરોબર ચડી ગયું હોય તો તેને બહાર કાઢી ઠંડું થવા દો
ઠંડું થાય એટલે તનો હાથ વડે અથવા ચમચા વડે ભૂકોકરો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમથાય એટલે તેમાં એક ચમચી રાઈ, તલ ને મીઠો લીમડો નાખી મિક્સકરો
હવે તેમાં ½ ચમચી હળદર નાખો ત્યાર એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરો હવે
તેમાં અડધો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખીબરાબર હલાવો, ત્યારબાદ તેમાં ભૂકો કરેલ ખમણ નાંખી બરોબર મિક્સ કરો
હવે તેમાં સુધારેલા લીલા ધાણા ઝીણી સેવ અને દાડમના દાણા નાખીને મિક્સ કરો, ત્યારબાદ ગેસ બંધ કરી નાખો
સર્વિંગ પ્લેટમાં સેવ ખમણી નાખી ઉપરથી સેવ અનેદાડમ ના દાણા સજાવી પીરસો