સ્ટફિંગ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં પનીર ને લ્યો. હવે તેને હાથ થી સરસ થી મસળી ને મેસ કરીલ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા,લાલ મરચું પાવડર, મરી પાવડર, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી ઢોસા માટેનું સ્ટફિંગ.