આંબલીની ચટણી બનાવવા માટે સૌથી પેહલા આમલી ને અડધી કલાક માટેગરમ પાણી માં ડૂબાવી દયો. જેથી તે સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાંનાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને ગાળણીથી ગારીને એક બાઉલમાં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણું આમલી નું પલ્પ.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે ગોળ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી સરસ થી હલાવી લ્યો.
ત્યારબાદ તેમાં તૈયાર કરી ને રાખેલું આમલી નું પલ્પ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને એક થી બે મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.
હવેતેમાં જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું,સંચળ, વરિયાળી નો પાવડર અને ચાટ મસાલો નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ હવે એક કટોરી માં એક ચમચી જેટલું કોર્ન ફ્લોર લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ચટણી માં નાખી દયો. જેથી ચટણી સરસ થી થીક થઈજાય.
હવે ચટણી ને ફરી થી એક થી બે મિનિટ સુધી ઉકાળી ને ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી ખાટી મીઠીઆંબલીની ચટણી.
હવે ટેસ્ટી ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સમોસા કે કચોરી સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.