હવે ગુલાબ જાંબુ માટેનું મિશ્રણ સરસ થી સેટ થઈ ગયું હસે. હવે તેમાં થી થોડું મિશ્રણ લઈ હાથ થી તેને સરસ થી મસળી ને એક બોલ બનાવી લ્યો. બોલ માં ક્રેક ના રહે તે રીતેસરસ થી બોલ બનાવી લ્યો. આવી રીતે બધા બોલ બનાવી ને તૈયાર કરીલ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલેતેમાં બનાવી ને રાખેલા ગુલાબ જાંબુ ના બોલ તેમાં નાખો. હવે તેનેધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ગુલાબ જાંબુ તળીને તૈયાર કરી લ્યો.
તળી ને રાખેલા ગુલાબ જાંબુ ને ચાસણી માં નાખો. હવે તેને ત્રીસ મિનિટ સુધી રહવા દયો.હવે તૈયાર છે આપણા ટેસ્ટી ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ટેસ્ટી ગુલાબ જાંબુ ખાવાનો આનંદ માણો.