Go Back
+ servings
રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક - rajsthani style papad nu shaak - રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત - rajsthani style papad nu shaak banavani rit - rajsthani style papad nu shaak recipe in gujarati

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક | rajsthani style papad nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાનીસ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત - rajsthani style papad nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe COOK WITH SUMAN RATHORE  YouTube channel on YouTube , જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અથવા આપણી પાસે સમય ખૂબ ઓછો હોય ત્યારે એકવારપાપડ નું શાક જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. જે કોઈ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીંથાકે. તો ચાલો આજે આપણે ઘરે rajsthani style papad nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી ધાણા પાવડર
  • 4 પાપડ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 3 ચમચી સરસો નું તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 કપ પાણી
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત| rajsthani style papad nu shaak banavani rit | rajsthani style papad nu shaak recipe in gujarati

  • રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવા માટે સૌથી પહેલા પાપડ ને સેકી લ્યો. ત્યાર બાદ તેના મોટા મોટા ટુકડા કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.
  • હવે એક કટોરી માં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં થોડું પાણી નાખીસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાંઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીસેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં તૈયાર કરી ને રાખેલી મસાલા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે ફરી થીતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને એક થીબે મિનિટ સુધી મસાલા ને ચડાવી લ્યો.
  •   તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે પાણી ઉકળે ત્યારે તેમાં પાપડ ના ટુકડાનાખો. હવે તેને હલ્કા હાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે શાક ને ઢાંકી ને એક મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધકરી દયો. હવે તૈયાર છે આપણું રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક.હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાપડ નું શાક ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો