ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલેતેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુંનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવ તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને ટોમેટો કેચઅપ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
એક કટોરી માં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખો. હવે તેમાંબે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને ગ્રેવી માં નાખો. હવ તેનેગ્રેવી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં તળી ને રાખેલ ફૂળગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી તેને સેકી ને ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી ફૂલગોબિ ના મંચુરિયન. હવે તેને એક પ્લેટ માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ ફૂલ ગોબી ના મંચુરિયનખાવાનો આનંદ માણો.