Go Back
+ servings
સાબુદાણા વડા બનાવવાની રીત શીખીશું - sabudana vada recipe in gujarati - sabudana vada banavani rit

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit

આજે આપણે સાબુદાણા વડા બનાવવાની રીત શીખીશું, sabudana vada recipe in gujarati, sabudana vada banavani rit.
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
soaking time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

સાબુદાણા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ સાબુદાણા
  • ½ કપ પાણી
  • 2 બટેટા બાફેલા
  • ½ કપ સમારેલા ધાણા
  • ½ કપ સીંગદાણા અધ કચરા ખાંડેલા
  • 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 લીંબુ નો રસ
  • તેલ તળવા માટે

Instructions

સાબુદાણા વડા બનાવવાનીરીત - sabudanavada recipe in gujarati -  sabudana vada banavani rit

  • સૌપ્રથમએક ચારણીમાં અડધો કપ સાબુદાણા લઇ તેને બે થી ત્રણ વાર સરખી રીતે પાણીથી ધોઈ લેવા.
  • આ સાબુદાણાને એક બાઉલમાં લઈ અડધો કપ પાણી નાખી ચારથી પાંચ કલાક રહેવા દો.
  • સાબુદાણા ચાર-પાંચ કલાક પછી પલડી જાય એટલે તેને એક કોરા કપડા ઉપર પાંચ મિનિટ માટે ફેલાવી દોજેથી સાબુદાણા છુટા છુટા થશે.
  • હવે એક બાઉલમાં સાબુદાણાલઇ તેમાં બાફેલા બટેટાને છીણી ને નાખો પછી તેમાં સમારેલા ધાણા, અધ કચરા ખાન્ડેલા સીંગદાણા, આદુ મરચાની પેસ્ટ અને મીઠું અને લીંબુનો રસનાખી બરાબર મિક્સ કરો અને તેમાંથી કટલેટ અથવા ગોળા જેવા આકાર ના વડા બનાવી તૈયાર કરી લો.
  • એક કડાઈમાં તેલ ગરમ મૂકીદો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને ફુલ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીવડા તરી લો.
  • એક સર્વિંગ પ્લેટ માંવડાને ચટણી સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો