હોમ મેડ નમકીન બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં દૂધ લ્યો. હવે તેમાં ડ્રાય ઈસ્ટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં મેલ્ટ કરેલું માખણ અને સ્વાદ પ્રમાણે મીઠુંનાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મેંદો નાખો. હવે તેમાં બેકિંગ પાઉડર નાખો. હવે તેને સરસ થી હલાવીલ્યો. હવે હાથ થી તેને લોટ ગૂંથીયે તે રીતે ગુંથી લ્યો.
હવે તેમાં તલ, પીઝા મસાલો અનેઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને ફરી થી મિક્સ કરતા લોટ ને ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી સેટ થવામાટે રાખી દયો.
ત્રીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના બે ભાગ કરી લ્યો. હવે તેમાંથી એક ભાગ નો સરસથી એક લુવો તૈયાર કરી લ્યો. હવે એક પ્લાસ્ટિક ના પેપર ઉપર લુવાને મૂકો. હવે તેની ઉપર ફરી થી એક પ્લાસ્ટિક ના પેપર ને મૂકો.હવે વેલણ ની મદદ થી તેને સરસ થી રોટલી ની જેમ વણી લ્યો.
પ્લાસ્ટિક પેપર હટાવી ને ચોરસ કુકી કટર ની મદદ થી બિસ્કીટ ને કટકરી લ્યો. હવે તેને બેકિંગ ટ્રે ઉપર રાખતા જાવ. આવી રીતે બધા બિસ્કીટ બનાવી ને બેકિંગ ટ્રે ઉપર રાખી દયો, ટ્રે ને માઇક્રોવેવ માં 170 ડિગ્રી ઉપર પંદર મિનિટ સુધી બેક કરી લ્યો ત્યાર બાદ તેનેબારે કાઢી લ્યો. હવે આપણા હોમ મેડ નમકીન બિસ્કીટ તૈયાર છે.