ઘઉં ના લોટ ના નમક પારા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,કલોંજી, જીરું અને હાથ થી મસળી ને અજમો નાખો.હવે તેમાં તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં થોડું થોડું કરીને પાણી નાખતાજાવ અને ટાઈટ લોટ ગુંથી લ્યો. પૂરી નો લોટ બાંધીએ તેવો ટાઈટ લોટબાંધવો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી સોફ્ટ થાય ત્યાંસુધી મસળી લ્યો. ત્યાર બાદ તેના ઉપર કોટન નું કપડું ઢાંકી નેઅડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
હવે એક બાઉલમાં ઘી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલો ઘઉં નો લોટ લ્યો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક પેસ્ટ બની ને તૈયાર થઇ જશે.
અડધી કલાક પછી લોટ ને એકવાર ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ત્રણ પાર્ટ માં ડીવાઈડ કરી લ્યો. હવે તેમાં થી એક ભાગ લઈ તેની એક પાતળી રોટલી વણી લ્યો.
હવે તે રોટલી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે તેને એક બાજુ થી ફોલ્ડ કરતા એક રોલ બનાવું લ્યો. હવે રોલ ને ચાકુ ની મદદ થી અડધા ઇંચના ગેપ માં કાપી ને પેંડા બનાવતા જાવ.
તેમાં થી એક પેંડો લઈ તેની એક પૂરીબનાવી લ્યો. હવે તે પૂરી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ લગાવી લ્યો.હવે પૂરી ને ફોલ્ડ કરી લ્યો. હવે પૂરી ને ફરી થીફોલ્ડ કરી ને ત્રિકોણ સેપ આપો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખીલ્યો. આવી રીતે બધા નમક પારા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેનમક પારા નાખો. હવે મિડીયમ તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી નમક પારા તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા નમક પારા તળી ને તૈયાર કરી લ્યો.
હવેતૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના નમક પારા. હવે તેને એર ટાઈટ કન્ટેનર માંભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારેટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા ખાઈ શકો છો.