મિલ્ક કેક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો.દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવું.
ત્યારબાદ તેમાં સાઇટ્રિક ઍસિડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ફરી થી તેને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. સાથે દૂધ ને હલાવતા રહેવું.
હવે તેમાં થોડી થોડી કરીને ખાંડ નાખતા જાવ અને દૂધ માં મિક્સ કરતા જાવ. એકસાથે ખાંડ ન નાખવી.એવું કરવા થી દૂધ ઠંડું થઈ જાસે. અને મિલ્ક કેકસારું નહિ બને.
ત્યારબાદ ફરી થી દૂધ ને હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ ઘાટું થતું જાસે. અને જાળી થવા લાગશે. ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને ઘી નાખતા જાવ. અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ. સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
એક સ્ટીલકે અલુમિનિયમ ના ડબ્બા ને ઘી થી ગ્રીસ કરી ને એક ગરમ કપડાં ઉપર રાખો. હવે તેમાં મિલ્ક કેક નાખો.હવે ડબ્બા ને ઢાંકી ને ફરી થી તેના ઉપર ગરમ કપડું રાખી ને છ થી સાત કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
ત્યારબાદ ડબ્બા ને ઊંધું કરી તેને ઉપર થી ટેપ કરી ને મિલ્ક કેક કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ મિલ્ક કેક.