હવે જલેબી ના મિશ્રણ માં૧/૨ પાઉચ ઇનો નાખી ને હલાવી ને ફેટી લો. મિશ્રણ ને બરાબર મિક્સ ને એક થેલી માંઅથવા સોસ ની બોટલમાં ભરી લો.
જો થેલી માં ભરતા હોય તો ખૂણામાંથી એક કાણું પાડવું.
હવે આપણે જલેબી ને તરિસુ.
જલેબી તરવા માટે એક છીછરી કડાઈ લો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં થોડુંક મિશ્રણ નાખી જુઓ જોમિશ્રણ તરત ઉપર આવે તો બાકીના મિશ્રણ માંથી એક એક કરીને ગોળ ગોળ જલેબી બનાવવી.
બંને બાજુ ગોલ્ડન બ્રાઉનથાય ત્યાં સુધી તળવી. પછી ગરમાગરમ જલેબી ચાસણીમાં નાખી દેવી.
ચાસણીમાં બોરી તરત જ બહાર કાઢી લેવી જેથી જલેબી ક્રિસ્પી થશે. ચાસણી માંથી બહાર કાઢી એક ચારણી ઉપર ૧૦-૧૫ મિનિટ રાખવી.
જલેબી ઉપર ડ્રાયફ્રુટ નીકતરણ થી સજાવી પીરસો.