HomeDessert & Sweetsજલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in...

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati

મીઠાઈ ની વાત આવે અને જલેબીના આવે એવું ના બને, પરંતુ જલેબી બજારમાંથી લેવા કરતા ઘરે સરળતાથી બની જાય તો? ચાલો આજે જલ્દી થી બની જતી જલેબી બનાવવાની રીત – જલેબી ની રેસીપી લાવ્યા છીએ, jalebi banavani rit, jalebi recipe in gujarati

જલેબી બનાવવા માટે જરૂરી સામગ્રી

જલેબી ના ઘોળ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૧/૨ કપ મેંદો
  • ૧ ચમચી ઘી
  • તરવા માટે ઘી
  • ૧/૨ કપ પાણી
  • ૧/૨ પાઉચ ઇનો
  • ૨-૩ ચમચા ડ્રાય ફ્રુટ ની કતરણ

જલેબી ની ચાસણી બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ૧ કપ
  • પાણી ૧ કપ
  • એલચી પાવડર ૧/૨ ચમચી
  • કેસર ૧ ચપટી
  • ૧ ચપટી પીળો ફૂડ કલર

Jalebi recipe in gujarati | જલેબી બનાવવાની રીત

એક બાઉલમાં અડધો કપ ચારેલો મેંદો લઈ તેમાં એક ચમચી ઘી નાખી બરાબર મિક્સ કરવું,પછી તેમાં થોડું કરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જવું જેથી ગાંઠો ન પડે. હવે આ ઘોળને દસ મિનિટ માટે એક સાઇડ મૂકી દેવું.

હવે આપણે ચાસણી ની તૈયારી કરશું.

ચાસણી બનાવવા માટે એક કડાઈમાં 1 કપ ખાંડ લઈ તેમાં એક કપ પાણી ઉમેરી લો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું. હવે તેમાં એલચી પાવડર, એક ચપટી કેસર, એક ચપટી જલેબી નો પીળો રંગ ઉમેરી દો. હવે આ ચાસણીને ધીમા તાપે ત્રણ મિનિટ સુધી બરાબર હલાવી હલાવીને મધ જેવી ઘાટી ચાસણી થાય ત્યાં સુધી ચઢાવો. ચાસણી તૈયાર છે.

હવે જલેબી ના મિશ્રણ માં ૧/૨ પાઉચ ઇનો નાખી ને હલાવી ને ફેટી લો. મિશ્રણ ને બરાબર મિક્સ ને એક થેલી માં અથવા સોસ ની બોટલમાં ભરી લો.

જો થેલી માં ભરતા હોય તો ખૂણામાંથી એક કાણું પાડવું.,હવે આપણે જલેબી ને તરિસુ.

જલેબી તરવા માટે એક છીછરી કડાઈ લો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં થોડુંક મિશ્રણ નાખી જુઓ જો મિશ્રણ તરત ઉપર આવે તો બાકીના મિશ્રણ માંથી એક એક કરીને  ગોળ ગોળ જલેબી બનાવવી.

બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. પછી ગરમાગરમ જલેબી ચાસણીમાં નાખી દેવી,  ચાસણીમાં બોરી તરત જ બહાર કાઢી લેવી જેથી જલેબી ક્રિસ્પી થશે. ચાસણીમાંથી બહાર કાઢી એક ચારણી ઉપર ૧૦-૧૫ મિનિટ રાખવી.

જલેબી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ થી સજાવી પીરસો.

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen – Marwadi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જલેબી ની રેસીપી

જલેબી બનાવવાની રીત - જલેબી ની રેસીપી - jalebi banavani rit - jalebi recipe in gujarati

જલેબી બનાવવાની રીત | જલેબી ની રેસીપી | jalebi banavani rit | jalebi recipe in gujarati

જલ્દી થી બની જતી જલેબી બનાવવાની રીત, જલેબી ની રેસીપી શીખીએ, jalebi banavani rit, jalebi recipe in gujarati.
4.80 from 5 votes
Prep Time 10 mins
Cook Time 15 mins
Total Time 25 mins
Course Breakfast, Dessert
Cuisine gujarati cuisine, Indian
Servings 3 વ્યક્તિ

Ingredients
  

જલેબી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 2-3 ચમચા ડ્રાય ફ્રુટ નીકતરણ

જલેબી ના ઘોળ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ½ કપ મેંદો
  • 1 ચમચી ઘી
  • તરવા માટે ઘી
  • ½ કપ પાણી
  • ½ પાઉચ ઇનો

જલેબી ની ચાસણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • ½ ચમચી એલચી પાવડર
  • 1 ચમચી કેસર ૧
  • 1 ચપટી પીળો ફૂડ કલર

Instructions
 

જલેબી બનાવવાની રીત | જલેબી ની રેસીપી | jalebi banavani rit | jalebi recipe in gujarati

  • એક બાઉલમાં અડધો કપચારેલો મેંદો લઈ તેમાં એક ચમચી ઘી નાખી બરાબર મિક્સ કરવું,પછી તેમાં થોડું કરીથોડું થોડું કરી પાણી ઉમેરતા જવું જેથી ગાંઠો ન પડે. હવે આ ઘોળને દસ મિનિટ માટે એકસાઇડ મૂકી દેવું.

જલેબી ની ચાસણી બનાવવાની રીત

  • ચાસણી બનાવવા માટે એકકડાઈમાં 1 કપ ખાંડ લઈ તેમાં એક કપપાણી ઉમેરી લો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.
  • હવે તેમાં એલચી પાવડર,એક ચપટી કેસર, એક ચપટી જલેબી નો પીળો રંગ ઉમેરી દો.
  • હવે આ ચાસણીને ધીમાતાપે ત્રણ મિનિટ સુધી બરાબર હલાવી હલાવીને મધ જેવી ઘાટી ચાસણી થાય ત્યાં સુધી ચઢાવો, ચાસણી તૈયાર છે.

જલેબી બનાવવાની રીત

  • હવે જલેબી ના મિશ્રણ માં૧/૨ પાઉચ ઇનો નાખી ને હલાવી ને ફેટી લો. મિશ્રણ ને બરાબર મિક્સ ને એક થેલી માંઅથવા સોસ ની બોટલમાં ભરી લો.
  • જો થેલી માં ભરતા હોય તો ખૂણામાંથી એક કાણું પાડવું.
  • હવે આપણે જલેબી ને તરિસુ.
  • જલેબી તરવા માટે એક છીછરી કડાઈ લો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં થોડુંક મિશ્રણ નાખી જુઓ જોમિશ્રણ તરત ઉપર આવે તો બાકીના મિશ્રણ માંથી એક એક કરીને  ગોળ ગોળ જલેબી બનાવવી.
  • બંને બાજુ ગોલ્ડન બ્રાઉનથાય ત્યાં સુધી તળવી. પછી ગરમાગરમ જલેબી ચાસણીમાં નાખી દેવી.
  •  ચાસણીમાં બોરી તરત જ બહાર કાઢી લેવી જેથી જલેબી ક્રિસ્પી થશે. ચાસણી માંથી બહાર કાઢી એક ચારણી ઉપર ૧૦-૧૫ મિનિટ રાખવી.
  • જલેબી ઉપર ડ્રાયફ્રુટ નીકતરણ થી સજાવી પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular