આજ કાલ બજારમાં જાંબુ ખૂબ સારા આવે છે જાંબુ ખાવાના ઘણા બધા ફાયદા છે અનેક બિમારીઓ માટે એ લાભકારી માનવામાં આવે છે અને કહેવાય છે કે જાંબુ ની સીઝન માં ઓછામાં ઓછાં ચાર પાંચ જાંબુ તો ખાવા જ જોઈએ જે પેટ માટે ખૂબ સારા છે તો આજ આપણે હેલ્થી જાંબુ માંથી પીણું બનાવશું જે સ્વાદિષ્ટ તો લાગશે સાથે હેલ્થી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાંબુ શોટ્સ બનાવવાની રીત – Jambu shots banavani rit શીખીએ.
જાંબુન શોટ્સ બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 2 ચમચી
- જાંબુ 500 ગ્રામ
- લીંબુનો રસ 1 ચમચી
- ફુદીના ના પાંદ 5-7
- મીઠું સ્વાદ મુજબ
જાંબુ શોટ્સ બનાવવાની રીત
જાંબુ શોટ્સ બનાવવા સૌપ્રથમ પહેલા પાકેલા અને તાજા જાંબુ લ્યો એને એક બે પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો જેથી જાંબુ ઉપર કોઈ કચરો હોય તો દૂર થઈ જાય,
ત્યાર બાદ ચાકુથી જાંબુ ની સ્લાઈસ ને જાંબુના ઠરિયા થી અલગ કરી લ્યો. આમ બધા જાંબુ ની સ્લાઈસ ને કાઢી લ્યો .
હવે જાંબુની સ્લાઈસ ને ફ્રીઝર માં ડબ્બા માં ભરી ને બે થી ત્રણ કલાક મૂકો. ત્રણ કલાક પછી મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં ખાંડ, લીંબુનો રસ, ફુદીના ના પાંદ, મીઠું સ્વાદ મુજબ અને બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
પીસેલા જાંબુના શરબત ને શોર્ટ સર્વિગ ગ્લાસમાં નાખી ને મજા લ્યો જાંબુ શોર્ટ.
Jambu shots recipe notes
- ખાંડ અને લીંબુની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
Jambu shots banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Jambu shots recipe
જાંબુ શોટ્સ બનાવવાની રીત | Jambu shots banavani rit
Equipment
- 1 મિક્સર
- 5 શોર્ટ ગ્લાસ
Ingredients
જાંબુન શોટ્સ બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી ખાંડ
- 500 ગ્રામ જાંબુ
- 1 ચમચી લીંબુનો રસ
- 5-7 ફુદીના ના પાંદ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Jambu shots banavani rit
- જાંબુ શોટ્સ બનાવવા સૌપ્રથમ પહેલા પાકેલા અનેતાજા જાંબુ લ્યો એને એક બે પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો જેથી જાંબુ ઉપર કોઈ કચરોહોય તો દૂર થઈ જાય,
- ત્યાર બાદ ચાકુથી જાંબુ ની સ્લાઈસ ને જાંબુનાઠરિયા થી અલગ કરી લ્યો. આમ બધા જાંબુ ની સ્લાઈસ ને કાઢી લ્યો .
- હવે જાંબુની સ્લાઈસ ને ફ્રીઝર માં ડબ્બા માંભરી ને બે થી ત્રણ કલાક મૂકો. ત્રણ કલાક પછી મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં ખાંડ,લીંબુનો રસ, ફુદીના ના પાંદ, મીઠું સ્વાદ મુજબ અને બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- પીસેલા જાંબુના શરબત ને શોર્ટ સર્વિગ ગ્લાસમાંનાખી ને મજા લ્યો જાંબુ શોર્ટ.
Jambu shots recipe notes
- ખાંડ અને લીંબુની માત્રા તમારી પસંદ મુજબ વધુઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
જવ નું પાણી બનાવવાની રીત | Jav nu paani banavani rit
કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe
કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit
તરબૂચ નો જ્યુસ | tarbuch nu juice gujarati