HomeDrinksજવ નું પાણી બનાવવાની રીત | Jav nu paani banavani rit

જવ નું પાણી બનાવવાની રીત | Jav nu paani banavani rit

આ જઉં નું પાણી ને તમે જઉં નો શરબત પણ કહી શકો છો જે વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ છે અને ડાઈબીટીસ માટે ઘણું સારું છે આ સિવાય પથરી માટે, હ્રદય માટે, કિડની માટે અને બીજી ઘણી બીમારીઓ માટે ખૂબ લાભકારી છે અને ઉનાળા માં ગરમી ને દૂર કરે છે અને ઠંડક આપે છે.  આ જઉં નું પાણી બનાવવું ખૂબ સરળ છે સાથે પીવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજે જવ નું પાણી બનાવવાની રીત – Jav nu paani banavani rit શીખીએ.

Advertisements

જવ નું પાણી બનાવવા જરૂરી સામગ્રી

  • સંચળ ¼ ચમચી
  • જઉં ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ફુદીના ના પાંદ સુધારેલ 1-2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

જવ નું પાણી બનાવવાની રીત

જઉં નું પાણી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં સાફ કરેલ જઉં લ્યો એમાં પાણી નાખી બને હાથ થી ઘસી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ પાણી ચોક્ખું થાય ત્યાં સુંધી પાણી નાખી ને ધોઇ ને સાફ કરી લ્યો,

Advertisements

ત્યાર બાદ એમાં બે કપ સાફ પાણી નાખી આખી રાત અથવા તમારા પાસે હોય એટલા સમય માટે પલાળી મુકો ઓછામાં ઓછાં અડધા થી એક કલાક પલાળવું જરૂરી છે.

જઉં બરોબર પલાળી લીધા બાદ એને કુકર મા નાખી દયો અને બીજું વધારા નું બે ચાર કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

Advertisements

કુકર માંથી હવા નીકળી જાય એટલે ગરણી થી પાણી ને ગાળી ને અલગ કરી લ્યો અને જઉં ને અલગ કરી નાખો.

હવે પાણી થોડું ઠંડું થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો અને પાણી બરોબર ઠંડુ થાય એટલે એમાં જરૂર મુજબ મીઠું, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ, ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ઠંડુ ઠંડુ સર્વ કરો જઉં નું પાણી.

Advertisements

Jav paani recipe notes

  • જઉં નું પાણી બનાવવા તમે તમારી પસંદ માં ફ્લેવર્સ પણ નાખી શકો છો.
  • બાફી ને બચેલા જઉં ના દાણા માંથી તમે બીજી વાનગીઓ પણ બનાવી શકો છો.

Jav nu paani banavani rit

Video Credit : Youtube/ Homemade Happiness With Manisha

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Jav paani recipe

જવ નું પાણી - Jav nu paani - જવ નું પાણી બનાવવાની રીત -Jav nu paani banavani rit - Jav paani recipe

જવ નું પાણી બનાવવાની રીત | Jav nu paani banavani rit

આ જઉં નું પાણી ને તમે જઉં નો શરબત પણ કહી શકો છો જે વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ છે અને ડાઈબીટીસ માટે ઘણું સારું છે આ સિવાય પથરી માટે,હ્રદય માટે, કિડની માટે અને બીજી ઘણી બીમારીઓ માટેખૂબ લાભકારી છે અને ઉનાળા માં ગરમી ને દૂર કરે છે અને ઠંડક આપે છે.  આ જઉં નું પાણી બનાવવું ખૂબ સરળ છેસાથે પીવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજે જવ નું પાણી બનાવવાની રીત – Jav nu paani banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
soaking time: 7 hours
Total Time: 7 hours 30 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 કુકર
  • 1 ગરણી

Ingredients

જવ નું પાણી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ જઉં
  • ¼ ચમચી સંચળ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી ફુદીના ના પાંદ સુધારેલ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Jav nu paani banavani rit

  • જઉં નું પાણી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં સાફ કરેલ જઉં લ્યો એમાં પાણી નાખી બનેહાથ થી ઘસી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ પાણી ચોક્ખું થાય ત્યાં સુંધી પાણી નાખી ને ધોઇ ને સાફ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં બે કપ સાફ પાણી નાખી આખી રાત અથવા તમારા પાસે હોય એટલા સમય માટે પલાળી મુકો ઓછામાં ઓછાં અડધા થી એક કલાક પલાળવું જરૂરી છે.
  • જઉં બરોબર પલાળી લીધા બાદ એને કુકર મા નાખી દયો અને બીજું વધારા નું બે ચાર કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે ગરણી થી પાણી ને ગાળી ને અલગ કરી લ્યો અને જઉં ને અલગ કરી નાખો.
  • હવે પાણી થોડું ઠંડું થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો અને પાણી બરોબર ઠંડુ થાય એટલે એમાં જરૂર મુજબ મીઠું, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ,ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ઠંડુ ઠંડુ સર્વ કરો જઉં નું પાણી.

Jav paani recipe notes

  • જઉંનું પાણી બનાવવા તમે તમારી પસંદ માં ફ્લેવર્સ પણ નાખી શકો છો.
  • બાફી ને બચેલા જઉં ના દાણા માંથી તમે બીજી વાનગીઓ પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular