Go Back
+ servings
રગડા પાવ બનાવવાની રીત - ragda pav banavani rit - ragda pav recipe in gujarati

રગડા પાવ બનાવવાની રીત | ragda pav banavani rit | ragda pav recipe in gujarati

આજ રગડા પાવ બનાવવાની રીતશીખીએ, ragda pav banavani rit, ragda pavrecipe in gujarati.
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 25 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

રગડા પાવ બનાવવા જરૂરી સામગ્રી

રગડા ના વટાણા બાફવા માટે જરૂરી સામગ્રી

  • ૧/૨ કપ વટાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૪ ચમચી હળદર પાઉડર
  • ૨ બટેટા

રગડા ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • ૨ ચમચા તેલ
  • ૧/૪ ચમચી હિંગ
  • ૧ ચમચો આદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૩ ચમચા આંબલી નો રસ
  • ૧ ચમચી ધાણાજીરું પાવડર
  • ૧/૨ ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૪ ચમચી ગરમ મસાલો

રગડો સર્વ કરવા માટેજરૂરી સામગ્રી

  • ૨ નંગ પાવ/બ્રેડ
  • ખજૂર આમલીની ચટણી
  • લસણ ની ચટણી
  • ૧ ડુંગળી સુધારેલી
  • ૧ ટામેટું સુધારેલ
  • ૩-૪ ચમચા ઝીણી સેવ
  • ૨ ચમચા મસાલા સિંગ
  • ૧ ચમચી લીલા ધાણા સમારેલા

Instructions

રગડા પાવ બનાવવાની રીત - ragdapav banavani rit - ragda pavrecipe in gujarati

    રગડા બાફવા માટે ની રીત

    • સૌ પ્રથમ વટાણા ને ધોઈ૮-૧૦ કલાક પહેલા પલાળી દો.
    • વટાણા પલળી જાય એટલે તેનેએક કુકર માં વટાણા , સ્વાદ મુજબ મીઠું,હળદર , બટેટાં નાખી ૪ ગણું પાણી નાખી બાફવા મૂકો. બફાઈ જાય એટલે બટેટા ને એક અલગ બાઉલમાં કાઢી લો.

    રગડા ના વઘાર માટે ની રીત

    • એક કડાઈમાં તેલ ગરમ કરવામૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો અને પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખીસાંતળો. પછી તેમાં આંબલી નો રસ નાખી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલા વટાણા નાખીસાંતળો.
    • હવે તેમાં હળદર પાઉડર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાઉડર અને મીઠું અને બાફેલા બટેટા નેછૂંદી ને નાખો અને હલાવી લો. હવે જો રગડા માં પાણી ઓછું લાગે તો વધારે પાણીઉમેરીને અને ગરમ મસાલો નાખી ને બરાબર હલાવો.રગડો તૈયાર છે, તો ચાલો તેને સર્વ કમ કરવું એ જોઈએ.

    રગડો સર્વ કરવાની રીત

    • રગડો સર્વ કરવા માટે એકપ્લેટ માં સૌ પ્રથમ પાઓ/ બ્રેડ ના ટુકડા કરીને લો.
    • હવે તેના ઉપર જરૂર મુજબરગડો રેડો. તેના પર ખજૂર આમલીની ચટણી અને લસણ ની ચટણી, ડૂંગળી, ટામેટું, સેવ , મસાલા સિંગ, અને ધાણા નાખી સર્વ કરો.તમે ચટણી  ની માત્રા તમારા સ્વાદ મુજબ લઈ સકો છો.
    • તો તૈયાર છે ટેસ્ટી રગડા પાવ
    રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો