મીઠા સકરપારા બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈમાં ખાંડ, ઘી ને દૂધ/પાણી નાખી બરોબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દયો.
હવે મીઠા સકરપારા બનાવવા એક વાસણ માં ખાંડવાડા મિશ્રણ માં મરી પાવડર , મીઠુંને વરિયાળી( ઓપેશન લ છે) નાખો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડો થોડોમેંદો (વધારે ઓછો કરીસકો) નાંખી હલાવતા જઈને નરમ લોટ બાંધી .
હવે બાંધેલા લોટ ના નાના લુવા કરી તેને મીડીયમ જાડા વની લ્યો ને વનેલા રોટલી ના ડાયમંડ આકાર ના કે મનગમતા આકાર ના કટકા કરી બધા મીઠા સકરપારા તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મીઠા સકરપારા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ને ઠંડા કરી ને ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો મીઠા સકરપારા.