શક્કરપારા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદો લ્યો
ત્યાર બાદ તેમાં એક ચમચી અજમો હાથ વડે મસળીને નાખો. અજમો હાથ વડે મસળવાથી અજમાં નો સ્વાદ વધુ સારો લાગશે
ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો, ત્યાર બાદ તેમાં કરકરો મરી પાઉડર નાખો
હવે તેમાં 3-4 ચમચી તેલ નાખો , બધીજ સામગ્રી ને બંને હાથ વડે બરોબર મિક્સ કરો
લોટ ને મુઠ્ઠી બંધ કરી ચેક કરો જો લોટ મૂઠી આકાર નો જ રહે તો મોયન બરોબર છે ને જો છૂટો પડે તો 1-2 ચમચી તેલ નાખી મિક્સ કરો
હવે તેમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરીને કઠણ લોટ બાંધી લ્યો ને 4-5 મિનિટ મસળો, બાંધેલા લોટ ને ઢાંકી ને 10 મિનિટ એક બાજુ મૂકી દો
હવે લોટ ના 3-4 લોયા બનાવી લ્યો, ત્યાર બાદ વેલણ વડે રોટલી થી સેજ જાડી રોટલી બનાવી લ્યો
રોટલી માંથી ડાયમંડ આકાર કે લાંબા આકારમાં કટકા કરી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો
તેલ થોડું ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી નાખો
હવે તેમાં કટકા કરેલ શક્કરપારા થોડા થોડા કરીને નાખતા જાઓ, શક્કરપારા તરી ને ઉપર આવે એટલે તેને જારા વડે ઉથલાવી લેવા
હવે શક્કરપારા ને ધીમા તાપે સેજ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી ને કાઢી લેવા ,ઠંડા થાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો