સૌ પ્રથમ એક કડાઈ માં ૧ કપ બેસન લો, બેસન ને પહેલા ચારણી થી ચાળી લેવો જેથી તેમાં ગાંઠો ન રહે.
બેસનને કડાઈમાં લઈ કોરો શેકી લેવો, બેસન સહેજ ગોલ્ડન રંગનો થાય એટલો જ શેકવો, શેકેલો બેસન સ્વાદ વધારે છે, બેસન શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવો.
હવે એક કડાઈમાં ખાંડ લો અને અડધો કપ જેટલું પાણી ઉમેરો સાથે સાથે બીજી એક કઢાઈ માં ઘી લો.
ઘી વાળી કડાઈ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવામૂકો, ઘી ગરમ ધુમાડા નીકળે એટલું ગરમ થાય એટલું ગરમ કરવાનું છે.
જે કડાઈમાં ખાંડ અને પાણી લીધું હોય તેને બીજા ગેસ પર એક તારી (એક તાર થાય એવી) ચાસણી થાય એટલી ચાસણી કરવા માટે મૂકો, આશરે ચાર મિનિટ જેટલો સમય ચાસણી બનાવા લાગશે.
ઘી ગરમ કરવું અને ચાસણી તૈયાર કરવી એ બંને પ્રક્રિયા સાથે સાથે થવી જોઈએ.
હવે જો ચાસણી થઈ ગઈ હોય તો ગેસ ધીમો કરી તેમાં થોડો થોડો કરી શેકેલા બેસનનો લોટ ઉમેરો. બેસનને ચાસણીમાં વ્યવસ્થિત મિક્સ કરો જેથી બેસન કોરો ના રહી જાય.
બેસન ચાસણીમાં વ્યવસ્થિત મિક્સ થઇ જાય પછી તેને એક મિનિટ સુધી હલાવતા રહો. હવે તેમાં એક એક કડછી ગરમ ઘીનાખતા જવું અને હલાવતા જવું. લગભગ બધું ઘી ઉમેરી જાય પછી બેસન અને ચાસણી વાળા મિશ્રણમાં થી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો.
એક થાળીમાં એલચીનો પાવડર છાંટી એના ઉપર મેસૂબ/મૈસૂક નાખી દેવો અને ઉપરથી એલચી પિસ્તા અને બદામની કતરણ છાંટીદો.
મિશ્રણ સેજ ઠંડુ પડે એટલે તેમાં કાપા પાડી દો, મેસુબપૂરો ઠંડો થઈ જાય એટલે તેને પીરસો.