લસણીયા બટાકા બનાવવા સૌપ્રથમ બટાકાને બરોબર પાણીથી ધોઈ સાફ કરી લો
ત્યારબાદ કુકરમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કૂકરમાં ઢાંકણ ઢાંકી ચારથી પાંચ સીટી થવા દો
ત્યારબાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળી જાય ત્યાં સુધી ઠંડા થવા દો
બટેકા ઠંડા થઈ જાય એટલે તેની છાલ ઉતારી છોલી લ્યો
હવે છોલેલા બટાકાના માં અડધી ચમચી જેટલું સંચળ 2 ચમચી લાલ મરચાંનો ભૂકો અડધી ચમચી ગરમ મસાલો તેમજ એક ચમચી તેલ નાખી હલકા હાથે બરોબર મિક્સ કરો
બટાકાને ઢાંકણ ઢાંકી ૧૦ મિનીટ માટે મેરીનેટ થવા માટે એક બાજુ મૂકી દો
ખંડણી માં લસણ ની કણી ને લાલ મરચાનો પાઉડર લઈ ને ખાંડી લો ને પેસ્ટ બનાવી લો
દસ મિનિટ બાદ ગેસ પર એક કડાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાંખી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો
ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી તેને સેકો ને તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવો
હવે તેમાં લસણની ચટણી નાખો સદરહુ ચટણી બરોબર સંતળાઈ જાય
હવે તેમાં ધાણાજીરું પાવડર ને ગરમ મસાલો નાખી મિક્સ કરો
ત્યાર બાદ 1-2 મેરિનેટ બટાકા નો માવો કરી ને નાખી મિક્સ કરો
ત્યાર બાદ તેમાં અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ 3-4 મિનિટ ચડાવી કરી સ્મુથ ગ્રેવી તૈયાર કરો
હવે તેમાં મેરીનેટ કરેલા બટાકા નાખી હલકા હાથે મિક્સ કરો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં છેલ્લે લીલા ધાણા નાંખી ગરમાગરમ પીરસો