પાક તૈયાર થયો કે નહિ તે ચેક કરવા એક વાસણમાં પાણી લો તેમાં એક થી બે ટીપા ગોળનો પાક નાખી હાથ વડે ચેક કરો છો બરોબર તૂટી જાય તો પાક તૈયાર થઇ ગયો છે જો ગોળ બરોબર તૂટેવામાં વાર લાગે તો ફરી એક થી બે મિનિટ ચઢાવો ત્યારબાદ ફરીથી ચેક કરી લેવો
ગોળ પાક બરોબર થઈ જાય એટલે તેમાં તલ ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો
હવે પ્લેટફોર્મ પર અથવા પ્લાસ્ટિક પર ઘી લગાડી તેના પર તૈયાર તલ ગોળનો પાક મૂકો
તેના પર બીજી ઘી લગાડેલી પ્લાસ્ટિક મૂકી વેલણ વડે ઝડપથી પાતળી રોટલી જેવી વણી લો
જો તેના પરફેક્ટ ચોરસ પીસ કરવા હોય તો અત્યારે જ ચપ્પુ વડે તેને કટકા કરી લો
અથવા તો ત્યારબાદ તેને ૨ થી ૪ મિનિટ ઠંડુ થવા દેવી ત્યાર બાદ ચીકી ઠંડી થઈ જાય એટલે તેને પીસ કરી લો તો તૈયાર છે તલની ચીકી